Sun,17 November 2024,8:05 pm
Print
header

BIG NEWS- હોટલો, જીમ, શોપિંગ સેન્ટરને લઇને સૌથી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થતા હવે સરકાર એક પછી એક પ્રતિબંધ ઓછા કરી રહી છે હવે જીમ, હોટલો અને શોપિંગ સેન્ટરને ખુલ્લા રાખવા મામલે સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં 11 જૂન પછી હોટલ રેસ્ટોરન્ટને 50 ટકાની કેપિસિટિ સાથે છૂટ આપવામાં આવી છે લોકો હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરી શકશે. સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટને છૂટ આપવામાં આવી છે. રાત્રે 9 વાગ્યા સુધી ટેકઅવે અને રાત્રે 12 વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી છે.

દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમા 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે જે સમય પહેલા 6 વાગ્યા સુધીનો હતો. જીમ 50 ટકા કેપિસિટિ સાથે શરૂ કરાશે, લાઇબ્રેરી બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ખોલી શકાશે, બાગ બગીચા પણ 6 થી સાંજે 7 વાગ્યાની વચ્ચે ચાલુ રહેશે. ધાર્મિક કાર્યક્રમો પણ 50 વ્યક્તિની મર્યાદામાં કરી શકાશે. સાથે જ મંદિરોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો સાથે અમુક વ્યક્તિઓની મર્યાદામાં દર્શન કરી શકાશે.

નોંધનિય છે કે 11 જૂનથી 26 જૂન સુધી સવારે 6 વાગ્યા સુધી આ નિયમો લાગુ રહેશે પછી સરકાર ફરીથી સમીક્ષા કરીને નવી જાહેરાત કરશે. જો કે હાલમાં રાજ્યના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ તો લાગુ જ રહેશે જેના સમયમાં જ ફેરફાર કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch