Thu,14 November 2024,11:19 pm
Print
header

37 હજાર લોકોનું સ્થળાંતર, કુલ 5 લોકોનાં મોત, બિપરજોયની તબાહી પહેલા સરકાર એલર્ટ પર

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, ગુજરાત સરકાર લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ શ્રેણીમાં મંગળવાર સુધી રાજ્ય સરકાર દ્વારા 8 જિલ્લાઓના 37,000 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યાં છે, કારણ કે બિપરજોયના ખતરાને જોતા અનેક સરકારી એજન્સીઓએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ પર મોટું એલર્ટ જાહેર કર્યું છે.એવી આશંકા છે કે ગુરુવારે સાંજે જખૌમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અત્યાર સુધીમાં કુલ 5 લોકોનાં થયા મોત

ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મંગળવારે બે મોત બાદ અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત હવે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન ​​બની ગયો છે. પરંતુ રાજ્યમાં પ્રવેશવા પર વ્યાપક નુકસાનના શક્યતા છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યાં

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે સૌથી વધુ વિસ્થાપિત કચ્છમાં 14,088, દેવભૂમિ દ્વારકા 5,000, રાજકોટ 4,000, મોરબી 2,000, જામનગર 1,500, પોરબંદર 550 અને જૂનાગઢ જિલ્લામાં 500 છે. આમાં લગભગ 284 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કચ્છ વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા બુધવારે બીચના 5 થી 10 કિલોમીટરની અંદર રહેતા વધુ 7,278 લોકોને ખસેડવામાં આવશે.7 તાલુકાના 120 ગામોમાં 12 જૂને સ્થળાંતર શરૂ થયું હતું.

67 ટ્રેનો રદ કરાઇ

પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાંથી ઉપડતી, જતી અથવા સમાપ્ત કરતી લગભગ 67 ટ્રેનો 15 જૂન સુધી રદ અથવા ટૂંકા સમય માટે રદ રહેશે. આ પહેલા સોમવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, 'અમે ચક્રવાત 'બિપરજોય' પર સતત નજર રાખી રહ્યાં છીએ.અમે અમારા હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને ભૂજ, ગાંધીધામ, પોરબંદર અને ઓખા ખાતે એડીઆરએમ પણ તૈનાત કર્યાં છે.

ચક્રવાતથી વ્યાપક નુકસાન થવાની સંભાવના છેઃ IMD

ચક્રવાત ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ​​તરીકે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. મહાપાત્રાએ કહ્યું, નુકસાન થવાની સંભાવના વ્યાપક હોઈ શકે છે. છ મીટર સુધીની ઊંચાઈએ પહોંચતા ભરતીના મોજા સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે છે. IMD એ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર જેવા અન્ય પ્રસિદ્ધ સ્થળોએ પણ કડક જાગરૂકતા રાખવાની ભલામણ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch