Sat,16 November 2024,10:28 am
Print
header

ગુજરાતમાં ધોરણ-1 થી જ ભણાવાશે અંગ્રેજી, શ્રીમદ ભાગવત કથાના પાઠ પણ ઉમેરાયા- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યની ભાજપ સરકારે અભ્યાસક્રમોમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે ધોરણ-1-2 માં હવે બાળકોને અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવશે, જો કે બુક નહીં હોય પરંતુ કથન અને શ્રવણના માધ્યમથી અંગ્રેજીનું જ્ઞાન અપાશે. ધોરણ-3 થી અંગ્રેજીની બુક આવશે. ગુજરાતી વિષય ફરજિયાત રહેશે, સાથે જ શ્રીમદ ભાગવત કથાના પાઠ પણ ભણાવવામાં આવશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે આપણા બાળકો ભારતીય સંસ્કૃતિથી પહેલાથી જ પરિચિત થાય તે હેતુથી શ્રીમદ ભાગવત ગીતાના પાઠ ઉમેરાયા છે. ધોરણ-6 થી 12 માં શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે, શિક્ષણ વર્ષ 2022-23માં આ જાહેરાતનો અમલ શરૂ થઇ જશે.

ગુજરાતી શાળાઓમાં ધોરણ-1 થી અંગ્રેજી ભણાવવાનો નિર્ણય વાલીઓએ આવકાર્યો છે, સરકારના આ નિર્ણયને કારણે બાળકોને અંગ્રેજી ઝડપથી આવડશે, સાથે જ શ્રીમદ ભાગવત કથાના પાઠ પણ ઉપયોગી બનશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch