Fri,01 November 2024,3:05 pm
Print
header

Big News- વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજોને કરાયા ઘરભેગા ! આ વખતે ટિકિટ નહીં- Gujarat Post News

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે, આ વખતે પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ સહિતના 8 પૂર્વ મંત્રીઓ અને અનેક દિગ્ગજ નેતાઓને ભાજપ ટિકિટ નહીં આપે, આ લોકો ચૂંટણી લડશે નહીં, આ નેતાઓએ પત્ર લખીને ચૂંટણી ન લડવાની વાત ભાજપ પ્રદેશ અધ્યક્ષને જણાવવી પડી છે. નીતિન પટેલનો પત્ર સામે આવ્યો છે, જેમાં તેમને પાટીલને પત્ર લખીને ચૂંંટણી ન લડવાની વાત કરી છે.

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલને પણ અન્ય જવાબદારી આપવાની ચર્ચાઓ છે, એટલે કે આ નેતાઓ પણ ચૂંટણી લડશે નહીં.

ઉપરાંત મંત્રી રાઘવજી પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, પંકજ દેસાઈ, ઝંખના પટેલ, પ્રદીપ પરમાર, આઈ કે જાડેજા, શંભુજી ઠાકોર, અરવિંદ રૈયાણી, બાઉકુ ઊંધાડ, આત્મારામ પરમાર, ઈશ્વર પરમાર, કૌશિક પટેલ, વિભાવરી બેન દવે, રમણ પાટકરની ટિકિટ પણ કપાઇ શકે છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch