Fri,01 November 2024,1:04 pm
Print
header

લોહીયાર બની ચૂંટણી, વાસંદામાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નવસારીઃ ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઇ ગઇ છે અને મતદાન પહેલા હિંસાની ઘટના બની હતી. વાસંદામાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો થયો છે. આજે સવારે જરી ગામમાં તેમના પર હુમલો કરાયો હતો.

30 થી 40 લોકોએ હુમલો કર્યો

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલતો હોય છે, પરંતુ નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર મતદાન પહેલા જ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરાયો હતો. વાંસદા 177 વિધાનસભા બેઠકના ઉમેદવાર પિયુષ પટેલ ચીખલીથી ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે જરી ગામ નજીક 30 થી 40 અજાણ્યા શખ્સોએ હુમલો કરીને તેમની કારને નુકસાન પહોંચાડ્યું હતું. તેમના સમર્થકો પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

પિયુષ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી

આ હુમલામાં પિયુષ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રીડિંગની કોર્ટેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના કહેવા પર તેમના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ અનંત પટેલ પર પણ હુમલો કરાયો હતો. જે માટે પિયુષ પટેલ ગ્રુપને જવાબદાર ઠેરવાયું હતુ.

આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન

આજે પ્રથમ તબક્કાના મતદાન અંતર્ગત ગુજરાતની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે 14,382 મતદાન મથકો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન મતદાન છે.પ્રથમ તબક્કામાં જે 89 બેઠકો પર મતદાન છે, તેમાંથી 48 બેઠકો પર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી, કોંગ્રેસે 40 બેઠકો અને 1 બેઠક પર અપક્ષની જીત થઇ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch