Fri,01 November 2024,3:11 pm
Print
header

આમ આદમી પાર્ટીએ કેમ ઇસુદાન ગઢવીને સીએમ પદ માટે કર્યાં પસંદ, આખરે ભાજપ-કોંગ્રેસ પર શું થશે તેની અસર ? Gujarat Post News

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પોતે આ જાહેરાત કરી છે. ઇસુદાન ગુજરાતના ગઢવી સમાજ સાથે સંબંધ ધરાવે છે. આ પહેલા એવી અટકળો હતી કે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને સીએમનો ચહેરો બનાવવામાં આવી શકે છે. આપ પાર્ટીએ પંજાબની જેમ અહીં પણ સીએમ પદના ઉમેદવાર માટે સર્વે કર્યો હતો સર્વેમાં ગઢવીને 73 ટકા મત મળ્યાં છે.

ઇસુદાનનું નામ જાહેર થતાં જ સૌ કોઇ તેમના વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા છે.સવાલ એ છે કે, ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવાયા છે ? ગઢવીની ઉમેદવારીથી આપને કેવી રીતે ફાયદો થશે ? ભાજપ અને કોંગ્રેસ પર તેની શું અસર પડશે ?

આપણે ઇસુદાન ગઢવી વિશે જાણીએ

ઇસુદાન ગઢવીએ પત્રકારત્વમાંથી રાજકારણમાં પગ મૂક્યો છે. ગઢવીનો જન્મ પીપળિયામાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ જામ ખંભાળીયા ખાતે કર્યો હતો. વાણિજ્યમાંથી સ્નાતક થયા બાદ 2005માં ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.તેઓ દૂરદર્શન સાથે જોડાયા હતા અને ત્યાં એક શો કરવાનું શરૂ કર્યું હતુ. ઇસુદાન પોરબંદરની એક સ્થાનિક ચેનલમાં રિપોર્ટર તરીકે પણ કામ કરતા હતા. 

2015 માં ઇસુદાન અમદાવાદ આવ્યાં અને અહીં તેઓ એક ગુજરાતી ચેનલના એડિટર બન્યાં.તે સમયે ઇસુદાનની ઉંમર 32 વર્ષની હતી. ઇસુદાને આ દરમિયાન 'મહામંથન' નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તે એન્કરિંગ કરતા હતા.આ કાર્યક્રમે ઈસુદાનને ઘણી ઓળખ અપાવી હતી.ખાસ કરીને ખેડૂતોમાં ઇસુદાન લોકપ્રિય બન્યા હતા. આ કાર્યક્રમમાં ગઢવી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા. ઇસુદાન પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે. પિતા ખેરાજભાઈ ગઢવી આજે પણ ખેતી કરે છે. ઈસુદાન વાપી, પોરબંદર, જામનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પત્રકાર તરીકે કામ કરતા હતા.

ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠનાત્મક વિસ્તરણની કવાયત શરૂ કરી ત્યારે ઇસુદાન પત્રકારત્વ છોડીને રાજકારણમાં જોડાયા હતા. ઇસુદાને જૂન 2021ની શરૂઆતમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ પત્રકારત્વ છોડીને લોકો માટે કામ કરશે. અરવિંદ કેજરીવાલ જૂનમાં જ્યારે ગુજરાત પહોંચ્યા ત્યારે ઇસુદાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

ગઢવી સીએમ પદના ઉમેદવાર કેમ બન્યાં ? 

ગુજરાતમાં 48 ટકાથી વધુ ઓબીસી મતદારો છે. ઈસુદાનની જ્ઞાતિ ગઢવી છે. રાજકોટ, જામનગર, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ અને ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં ગઢવી સમાજની સંખ્યા મોટી છે. ગઢવીએ ટીવી કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે. તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને આક્રમક રહ્યાં છે. તાજેતરમાં જ પશુપાલકો સરકારના કેટલાક નિયમો સામે હડતાળ પર ઉતર્યા હતા, તેની સમગ્ર રૂપરેખા ગઢવીએ તૈયાર કરી હતી. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને પશુપાલકો અને ઓબીસી સમાજનું સમર્થન મળી શકે છે. '

ઇસુદાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યાં છે. ગઢવી સમાજનો મત પરંપરાગત રીતે કોંગ્રેસમાં જાય છે. પરંતુ ઇસુદાન ગઢવીને ચહેરો બનાવીને આપે કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી માંગ છે કે કોઇ ઓબીસી સમાજનો વ્યક્તિ ગુજરાતનો સીએમ બને, જેથી ઓબીસી સમાજનો પણ આપને સપોર્ટ મળશે.ભાજપના ઓબીસી વોટ પણ આપને મળી શકે છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch