Fri,01 November 2024,3:04 pm
Print
header

ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા થયા સૂત્રોચ્ચાર, સુરતમાં કાનાણી ઘોડાની સવારી કરીને પહોંચ્યાં ફોર્મ ભરવા- Gujarat Post News

ભાજપના કાર્યકરોએ મોદી-મોદીના લગાવ્યાં નારા 

આપના કાર્યકર્તાઓએ કેજરીવાલ-કેજરીવાલના લગાવ્યાં નારા 

1 ડિસેમ્બરે 19 જિલ્લાઓની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન

ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે.આજે જે શહેરોમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે રેલી કાઢીને ફોર્મ ભરી રહ્યાં છે. દરમિયાન ભાવનગર શહેર ભાજપ કાર્યાલય પાસે આમ આદમી પાર્ટીનાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યાં હતા.તે સમયે ભાજપ અને આપ બંને પાર્ટીના કાર્યકરો  સામસામે આવી જતા સૂત્રોચ્ચાર કર્યાં હતા.

ભાવનગર આપના ઉમેદવાર રાજુ સોલંકીની રેલી ભાજપ કાર્યલાય નજીકથી પાસર થતી હતી. ત્યારે ભાજપ કાર્યકરોએ મોદી મોદીના સૂત્રો પોકાર્યાં હતા.સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ- કેજરીવાલના નારા પોકાર્યાંં હતા.ભાજપ શહેર કાર્યાલય નજીકથી આપની રેલી પસાર થતા માહોલ ગરમાયો હતો. થોડીવાર માટે સ્થિતી તંગ બની હતી.

બીજી તરફ કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિ પ્રદર્શન કર્યું હતુ. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે 4 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે પહોંચ્યાં હતા. કુંવરજી બાવળિયા રેલીમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા.તેમજ મોટી સંખ્યામાં લોકોએ બાઇક અને કાર સાથે જોડાઇને કેસરીયો લહેરાવ્યો હતો.સુરતમાં વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી અને કતારગામના વિનુ મોરડીયા ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch