Fri,01 November 2024,11:10 am
Print
header

ગુજરાતમાં કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું OBC સમાજમાંથી હશે અમારા CM, 3 Dy.CM બનાવીશું

અમદાવાદઃ પહેલા તબક્કામાં ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે, હવે નજર બીજા તબક્કા પર છે, જેમાં કોંગ્રેસને અત્યારથી જ લાગી રહ્યું છે કે આ વખતે તેમની જીત નક્કિ છે. દિલ્હી હાઇકમાન્ડ બધી બાબતો પર નજર રાખીને બેઠું છે, જેમાં કોંગ્રેસની જીત થતા જ સીએમ તરીકે કોઇ ઓબીસી ચહેરાને સ્થાન આપવાની વાત કરાઇ છે, સાથે જ 3 નાયબ મુખ્યમંત્રીઓ પણ હશે.

બીજા તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસની ઓબીસી સમાજના વોટ પર નજર 

એક દલિત સમાજમાંથી ડે.સીએમ, એક આદિવાસી સમાજમાંથી ડે.સીએમ, એક અલ્પસંખ્યક સમાજમાંથી ડે.સીએમ હશેઃ કોંગ્રેસ

કોંગ્રેસને ઓબીસી સમાજનું મોટું સમર્થન છે, જેથી આ દાવ ફેંકવામા આવ્યો છે. બીજા તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસે આ જાહેરાત કરીને ભાજપની ચિંતા વધારી દીધી છે. 89 બેઠકો પર ઓછું મતદાન ભાજપને નુકસાન કરાવશે તેવી ચર્ચાઓ રાજકીય નિષ્ણાંતો કરી રહ્યાં છે. પહેલા તબક્કામાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીઓ વધુમાં વધુ બેઠકો લઇ જવાનો દાવો કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch