Fri,01 November 2024,5:05 pm
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપે બેસતા વર્ષના દિવસે જ નિરીક્ષકોની યાદી કરી જાહેર- gujarat post

ગાંધીનગરઃદિવાળીની રજાઓ પુરી થતા જ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી ચૂંટણીને લઇને સક્રિય મોડમાં આવી જશે, આ બધાની વચ્ચે ભાજપે બેસતા વર્ષના દિવસે જ વિધાનસભા બેઠકોને લઇને નિરીક્ષકોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અનુભવી નેતાઓને બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં 6-6 નિરીક્ષકો મુકાયા છે, અન્ય બેઠકો પર પણ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપની ચૂંટણીલક્ષી તૈયારીઓ 

અમદાવાદમાં નિરીક્ષક તરીકે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઇ
સુરતમાં મંત્રી ઋષિકેશ પટેલને અપાઇ જવાબદારી
મંત્રી પૂર્ણેશ મોદીને પંચમહાલના નિરીક્ષક બનાવાયા 
મંત્રી જગદીશ પંચાલને પણ સુરતમાં જવાબદારી મળી 
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને વલસાડના નિરીક્ષક બનાવાયા
તાપી જિલ્લામાં મંત્રી બ્રિજેશ મિરઝાને જવાબદારી મળી 
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ભરૂચના નિરીક્ષક બનાવાયા 
આત્મારામ પરમારને નર્મદાના નિરીક્ષક તરીકે મુકાયા 
પૂર્વ મંત્રી શંકર ચૌધરીને વડોદરાના નિરીક્ષક બનાવાયા

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch