Fri,01 November 2024,11:10 am
Print
header

ભૂપેન્દ્ર પટેલ બન્યાં સૌથી મોટા વિજેતા, ભાજપે 1 લાખ મતના માર્જિનથી 11 બેઠકો પર જીત મેળવી, ગુજરાતમાં ભાજપે બનાવ્યો રેકોર્ડ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીતીને  ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે, સાથે મોટા અંતરથી સારી એવી બેઠકો જીતીને કેટલાક વધુ વિક્રમો તોડ્યા છે. ગુજરાતમાં ભાજપની સતત સાતમી જીત છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે. આ પહેલા  સીપીઆઇએ પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ બનાવ્યો હતો.એટલું જ નહીં 1985માં કોંગ્રેસે જીતેલી 149 બેઠકોનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 1,92,263 મતોથી વિજય થયો છે.

ઘાટલોડિયા બેઠક પર જીતનું અંતર બે લાખની નજીક હતું. ઘાટલોડિયાથી સતત બીજી વખત જીતેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નજીકના હરીફને 1.92 લાખથી વધુ મતોથી હરાવ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે ઘાટલોડિયાથી પોતાના નજીકના ઉમેદવાર ડો.અમી યાજ્ઞિક (કોંગ્રેસ)ને 1,92,263 મત (74.69 ટકા મત)ના માર્જિનથી હરાવ્યાં હતા.

ગુજરાત ચૂંટણી પરિણામના આંકડા મુજબ 11 બેઠકો એવી હતી જ્યાં જીતનું માર્જિન 1 લાખથી વધુ છે, આ તમામ બેઠકો ભાજપના ઉમેદવારોએ જીતી હતી.ગુજરાતની ચૂંટણીમાં જીતેલી 156 બેઠકોમાંથી 102 (65 ટકા)માં ભાજપનો વોટ શેર 50 ટકાથી વધુ હતો. ઘાટલોડિયા, એલિસબ્રિજ અને મજુરા એમ ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ મોટી લીડથી જીત મેળવી છે. અહીં જીતેલા ભાજપના ધારાસભ્યોનો વોટ શેર 80 ટકાથી વધુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સૌથી વધુ મતની ટકાવારી સાથે જીત મેળવનાર ઉમેદવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. તેઓને 82.95 ટકા મત મળ્યાં છે. સૌથી વધુ માર્જિનથી જીતવાનો રેકોર્ડ તેમના નામે છે. સાથે જ સૌથી ઓછા માર્જિનથી જીતનો રેકોર્ડ ભાજપના ખાતામાં ગયો છે. રાપર બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનો કોંગ્રેસના ભચુભાઈ ધર્મશી અર્થિયા સામે માત્ર 577 મત (0.4)ના અંતરથી વિજય થયો છે. બે બેઠકો એવી હતી કે જ્યાં એક હજારથી ઓછા મતોથી જીત અને હાર થઇ હતી.

2017ની સરખામણીએ આ ચૂંટણીમાં નોટા મતના હિસ્સામાં નવ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ વખતે ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્યા છે.ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં આ ચૂંટણીમાં 5,01,202 એટલે કે 1.5 ટકા નોટાના મત પડ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 5,51,594 હતા. ખેડબ્રહ્મા બેઠક પર નોટાના સૌથી વધુ 7,331 મત નોંધાયા હતા, દાંતામાં 5,213 અને છોટા ઉદેપુરમાં 5,093 મત નોંધાયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch