Sat,16 November 2024,10:30 am
Print
header

કૃષિમંત્રીએ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, સરકાર સતત 8 કલાક આપશે વીજળી- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાભરમાં વીજળીના કાપની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે,સમયસર વીજળી ન મળતા ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલેને ખેડૂતો માટે આનંદના સમાચાર આપ્યાં છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. ખેડૂતોના હિતમાં કૃષિમંત્રીએ આ નિર્ણય કર્યો છે.

વીજળીની સમસ્યાને લઇને મહેસાણા, ખેડા, અરવલ્લી, નવસારી, સાબરકાંઠા, સાણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કરીને પુરતી વીજળીની માગ કરી હતી. વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે ખેડૂતોની આ સમસ્યા મુદ્દે હંગામો મચાવ્યો હતો. 

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને લઇને નિવેદન આપ્યું કે આજે ઉર્જામંત્રી સાથે બેઠક હતી. જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળશે.આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે.સાથે જ નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે 31 માર્ચ સુધી ખેડૂતોને પાણી મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch