Sat,21 September 2024,3:10 am
Print
header

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કરી આગાહી, જાણો કયા-કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કરાઇ આગાહી

23 તાલુકાઓમાં મેઘરાજા ફરી મારી શકે છે એન્ટ્રી

હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી  

અમદાવાદઃ હવામાન વિભાગે આગામા 5 દિવસ રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાને કારણે 6 થી 12 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વરસાદે વિરામ લીધા બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.

હવામાન વિભાગે  અમદાવાદ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીર- સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

6 થી 12 સપ્ટેમ્બર કરતા 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વધુ વરસાદ આવી શકે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ આવી શકે છે. બીજા રાઉન્ડ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનો ખેડૂતોને ફળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં ખેતીનો પાક સુકાઇ રહ્યો છે ત્યારે વરસાદ આવે તો ખેડૂતોને મોટી રાહત થઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch