Sun,17 November 2024,4:09 pm
Print
header

DRI એ ગાંધીનગરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું, અમદાવાદ ઇન્ટરનેશલ સ્કૂલના માલિકને ત્યા દરોડા, રૂ.32 કરોડનું સોનું જપ્ત

પ્રતિકાત્મક ફોટો 

ગાંધીનગરઃ ડિરેક્ટરોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ ફરી એક વખત દાણચોરીનું કરોડો રૂપિયાનું સોનું ઝડપી લીધું છે અમદાવાદ ઇન્ટરનેશલ સ્કૂલના માલિકની ઓફિસે દરોડા પાડવામાં આવ્યાં છે અને આ આયાત કૌભાંડમાં અંદાજે 32 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરાયું છે.અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક ગોશીયા પારેખની ગાંધીનગરમાં સેક્ટર 25માં આવેલી કંપની આરકોમ ઇન્ડિયા પર દરોડા દરમિયાન મોટી વિગતો બહાર આવી છે.

ઇન્ડોનેશિયાથી દુબઇ અને પછી મુંબઇના એરકાર્ગો કોમ્પલેક્ષમાં 32 કરોડના 100 કિલોગ્રામ ગોલ્ડ પોટેશિયમ સાઇનાઇડ (GPC)ની આયાત કરી હતી. મુંબઇના આયાતકારે એડવાન્સ લાયસન્સનો લાભ લેવા આ સોનાની આયાત કરી હતી, આ કેસનું કનેક્શન ગાંધીનગર સુધી નીકળ્યું છે, જેમાં સરકારને ચૂનો લગાવીને સોનાની દાણચોરી થઇ રહી હોવાનું સાબિત થઇ ગયું છે આ કેસમાં બે લોકોની ધરપકડ કરાઇ છે એક અંદાજ મુજબ આ શખ્સોએ 340 કરોડ રૂપિયાની ટેક્સચોરી કરી છે જેમાં મુંબઇ અને બેંગ્લોર ડીઆરઆઇની ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે, નોંધનિય છે કે અમદાવાદમાં પણ અનેક સોનાના વેપારીઓ સોનાની દાણચોરી કરી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને ટૂંક સમયમાં આવા વેપારીઓ પર ડીઆરઆઈની ગાજ પડી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch