Sat,16 November 2024,9:27 pm
Print
header

પેપર લીક મુદ્દે સત્તાવાર ફરિયાદ નોંધાઈ શકે છે, હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા - Gujarat Post

ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે હલ્લાબોલ કરવામાં આવશે

(File Photo)

અમદાવાદઃ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા મુદ્દે આજે સત્તાવાર ફરિયાદ થઇ શકે છે. ઉપરાંત પેપર લીકને લઈને મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. આ કેસમાં માસ્ટર માઇન્ડ તરીકે જયેશ પટેલનું નામ સામે આવ્યું છે, અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપર ફૂટ્યું હોવાની ચર્ચાંઓ છે.

જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલે પરીક્ષાર્થીઓને પેપર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ કોઈ મુદ્દે વિવાદ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની આપ દ્વારા જોરદાર માંગ કરવામાં આવી છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે હલ્લાબોલ કરવામાં આવશે.

જે પરીક્ષાનું પેપર ફૂટ્યાની ફરિયાદ ઉઠી છે તે ગૌણ સેવા પસંદગી મંડળની હેડકલાર્કની પરીક્ષા 64 ટકા ઉમેદવારો એટલે કે 1.54 લાખ ઉમેદવારોએ આપી જ નથી.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નોંધાયેલા 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર લીક થઈ જાય છે, જેના પરિણામે સરકાર પર કરોડો રૂપિયાનું આર્થિક ભારણ વધે છે તેમજ લાખો ઉમેદવારોના સપનાઓ રોળાય છે પરંતુ સરકાર હજુ સુધી ભરતી પરીક્ષાઓમાં પેપરો ન ફૂટે તે માટે કોઈ ફુલપ્રુફ સીસ્ટમ ઉભી કરી શકી નથી. ઉમેદવારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રીને આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch