Sun,17 November 2024,7:17 pm
Print
header

સરકારી કર્મચારીઓને લઇને રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, ઓફિસમાં 10 મિનીટ પણ મોડા પડશો તો..

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ રાજ્યના સરકારી કર્મચારીઓને લઇને રૂપાણી સરકારે એક મહત્વનો લીધો નિર્ણય લીધો છે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની અનિયમિતતાના કિસ્સાઓ બાદ નાણાં વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યુ છે સરકારી કર્મચારી જો 10 મિનીટ પણ મોડા પડશે તો તેમની અડધી રજા ગણવામાં આવશે. સવારે 10.40 વાગ્યા બાદ જે કર્મચારી ઓફિસ આવશે તે સાંજે 6 વાગ્યા પહેલાં ઘરે જઈ શકશે નહીં. કર્મચારીઓ કચેરીમાં નિયત સમયે હાજર ન રહેતા હોવાની ફરિયાદો બાદ આ નિર્ણય કરાયો છે.

નાણાં વિભાગએ આ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યું છે. કોરોનામાં ઈલેક્ટ્રિક સ્વાઈપ કાર્ડ મારફતે હાજરી ભરવામાંથી મુક્તિ અપાતાં કર્મચારીઓ તેનો ફાયદો ઉઠાવતા હતા.જો કોઈ કર્મચારી ઓફિસમાં મોડા પહોંચવાના હોય તો તેમણે પહેલા મંજૂરી લેવાની રહેશે. તેમજ કર્મચારીઓ વારંવાર મોડા આવશે અને વહેલા જશે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch