Sat,16 November 2024,6:29 pm
Print
header

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં 3 મોટા શહેરોમાં 6 ટીપી સ્કીમને આપી મંજૂરી -Gujarat post

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈને રાજ્યના ત્રણ મોટા શહેરોની 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક નિર્ણય કરતા અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને બે ફાઇનલ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. ઉપરાંત સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને એક ફાઇનલ ટીપી સ્કિમ તથા વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી ત્રણ ફાઇનલ ટીપી સ્કિમમાં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર), અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) અને સ્કિમ નં. 94 (હાથીજણ-રોપડા)નો સમાવેશ થાય છે.

ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કિમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કિમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71(વડોદ) નો સમાવેશ થાય છે.મંજૂર કરેલી ડ્રાફ્ટ ટીપી સ્કિમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કિમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા)નો સમાવેશ થાય છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી 55.47 હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 71 મંજૂર થવાથી 15.83 હેક્ટર જમીન શહેરી વિકાસ મંત્રાલયને પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ ટાઉન પ્લાનિંગ સ્કિમોની મંજૂરી આપતા સરકારને મળેલી જમીન પર સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનાં રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે.ઉપરાંત  આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કિમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ આગળ વધાર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch