Mon,18 November 2024,2:10 am
Print
header

કોરોનાની સારવાર કરતા કર્મચારીઓનો પગાર વધારો, વર્ગ-4ના કર્મચારીઓને મહિને મળશે રૂ.15 હજાર

ડેન્ટિસ્ટને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે રૂ. 35 હજાર, હોમિયોપેથી  ડોક્ટરોને રૂ.35 હજાર આપવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુકથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વધી રહેલા કોરોનાના કેસોને કારણે રાજ્યમાં વ્યવસ્થા ઘટી રહી છે. સમગ્ર રાજ્યમાં દર્દીઓ વધી રહ્યાં છે. ગુજરાતની તમામ હોસ્પિટલોમાં દર્દીઓથી બેડ ભરાવા લાગ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર કમિટીની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

પગાર વધારાની જાહેરાત કરતા રૂપાણીએ જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને લઇને મોટો  નિર્ણય કરાયો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ રૂપિયા પગાર આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને માસિક 35 હજાર રૂપિયા વેતન આપવામાં આવશે.

જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીઓને મહિને 15 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર વેતન પેટે આપવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી, ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન અને ઇસીજી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂંક કરાઇ રહી છે એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવામાં આવશે. હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-4ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જૂન અને જુલાઇ એમ 3 માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

હવે તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમમાં ડોક્ટર્સ પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવા કોઇ  મંજૂરીની જરૂર નથી. હોસ્પિટલોએ જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે. તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch