Sun,17 November 2024,4:01 pm
Print
header

રાજ્યમાં 31 જુલાઈ સુધી આ પ્રવૃતિ નહીં થઈ શકે શરૂ, જાણો વેપારીઓ માટે શું કરાયું ફરજિયાત ?

ગાંધીનગર: કોરોનાને લઇને કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત સરકારે નોટીફીકેશન જાહેર કર્યુ છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 8 મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત તમામ દુકાનો,લારી ગલ્લા, શોપિગ સેન્ટરો સહિત તમામ વેપારી ગતિવિધિઓ કરનારા લોકો માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે. જો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહી.

કયા નિયમોનું કરવું પડશે પાલન ?

- 31 જુલાઈ સુધીમાં પહેલો ડોઝ લેવો ફરજીયાત
- પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહીં
- જાહેર બાગ બગીચા રાત્રે 9 વાગ્યા સુધી કોરોના એસસોપી સાથે ખુલ્લા રહેશે
- રેસ્ટોરંટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.
- જીમ 60 ટકા કેપેસિટી સાથે ખુલ્લા રહેશે
- લગ્નમાં 150 લોકોને જ મંજૂરી
- અંતિમક્રિયા-દફનવિધિમાં 40 લોકો હાજર રહી શકશે
- ધાર્મિક કાર્યક્રમમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોના જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્ર થઈ શકશે.
- વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, સિનેમા થિયટરો, ઓડીટોરિયમ, 60 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખી શકાશે પણ તેની સાથે સંકળાયેલા તમામ લોકોએ 31 જુલાઈ સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લેવો પડશે, નહીંતર ચાલુ નહીં રાખી શકાય.
- હાલમાં સ્પા સેન્ટરો બંધ રહેશે  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch