Mon,18 November 2024,4:15 am
Print
header

ગુજરાત વિધાનસભામાં લવ જેહાદનો કડક કાયદો બન્યો, પરિવારજનો પણ કરી શકશે ફરિયાદ

ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ પછી હવે ગુજરાતની ભાજપ સરકાર પણ લવ જેહાદનો કાયદો લાવી છે ગુજરાત વિધાનસભામાં આખરે આ બિલને પાસ કરાયું છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ગૃહમાં લવજેહાદના કાયદાને લઇને કહ્યું કે મારા જીવનનું સૌથી મોટું કામ કરવા જઇ રહ્યો છું તેમને આ બિલને લઇને માહિતી આપી હતી. લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ કર્યો છે. કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલા મારફતે આ ફંડ ભારત પહોંચે છે અને વિધર્મી યુવકો યુવતીઓને ફસાવે છે.

નવા કાયદા મુજબ હવે પીડિતા ફરિયાદ કરી શકશે સાથે જ તેના પરિવારજનો પણ ફરિયાદ કરી શકશે, લોહીનો સંબંધ ધરાવનાર વ્યક્તિ પોલીસ કેસ કરી શકશે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી આ ફરિયાદની તપાસ કરશે. અગાઉ રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ બાદ અનેક સંગઠનો અને નેતાઓએ આ કાયદાની માંગ કરી હતી હવે ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બની ગયો છે.

લવ જેહાદ કાયદાના મહત્વના મુદ્દા

- ગુનેગાર અને મદદ કરનાર બંને સામે ગુનો નોંધાશે 

- ડીવાયએસપી કક્ષાના કે‌ તેની ઉપરના પોલીસ અધિકારી તપાસ કરશે
- ગુનેગારને ત્રણ થી પાંચ વર્ષની સજાની જોગવાઈ, બે લાખ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ
- સગીર, સ્ત્રી અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિનો કેસ હશે તો આરોપીને ચાર વર્ષથી ઓછી નહીં, પરંતુ સાત વર્ષ સુધીની સજા, 3 લાખ રૂપિયાનો દંડ
- ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાના હેતુથી કામ કરતી સંસ્થાના વ્યક્તિ માટે ત્રણથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ, સાથે જ 5 લાખ રૂપિયા સુધીનો દંડ
- પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે
-  છેતરપિંડીથી લગ્ન કરવા કે લગ્નમાં સહાય કરવી ગુનો બનશે, ગુનો બિનજામીનપાત્ર ગણાશે
- ખોટા નામ, અટક, ધાર્મિક ચિહ્નોનો લગ્નમાં ઉપયોગ ગુનો બનશે 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch