Sun,17 November 2024,10:09 pm
Print
header

જાણો, ધોરણ-10માં માસ પ્રમોશનના માર્કસ કઇ રીતે ગણવામાં આવશે ?

ગુજરાત માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો

100 માર્કસ પૈકી 20 માર્કસ શાળા આંતરિક મૂલ્યાંકનના અપાશે

અન્ય 80 માર્કસમાં 40 માર્કસ ધોરણ 9ની પરીક્ષાને આધારે આપવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને કારણે ધોરણ 10ની પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે વિદ્યાર્થીઓને માર્કસ કઇ રીતે ફાળવવા તે અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં 20 માર્કસ શાળા આંતરિક મૂલ્યાંકનને આધારે આપશે અન્ય 40 માર્કસ ધોરણ 9ની પરીક્ષા તેમજ અન્ય 40 માર્કસ ધોરણ 10ની ઓનલાઇન પરીક્ષાને આધારે ફાળવવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 માર્કસ રહેશે. અન્ય 80 ગુણમાં 20 ગુણ ધોરણ-9ની પ્રથમ સામયિક કસોટીમાં 50 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરીને 20માંથી ગુણ આપવાના રહેશે તે રીતે ધોરણ-9ની દ્રિતીય સામયિક કસોટીમાં 50માંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરીને ગુણ આપવામાં આવશે. અન્ય 30 ગુણ ધોરણ 10ની  ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી યોજાયેલી સામયિક કસોટીમાં 80 ગુણમાંથી મેળવેલા ગુણને 37. 5 ટકામાં રુપાંતરિત કરીને આપવાના રહેશે. 10 ગુણ  ધોરણ 10 ની એકમ કસોટીમાં 25 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરીને 10 ગુણમાંથી આપવાના રહેશે. આમ વિદ્યાર્થીઓના ધોરણ 9 અને ધોરણ 10 ના ગુણને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશનમાં માર્કસ આપવામાં આવશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch