Sun,17 November 2024,12:09 am
Print
header

કોરોનાના નવા વેરિઅન્ટને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, વિદેશથી આવતા મુસાફરોનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો

ગાંધીનગરઃ સાઉથ આફ્રીકા જેવા દેશોમાં મ્યુટેડ કોરોના વેરિયેન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ ગુજરાત સરકાર  હરકતમાં આવી ગઇ છે. એરપોર્ટ ખાતે  ચેકીંગ અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગથી ગુજરાત આવતા પ્રવાસીઓના ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા પણ કડક સૂચના અપાઈ છે.

વિશ્વમાં જોવા મળી રહેલા નવા કોરોના સ્ટ્રેઈનથી હડકંપ મચી ગયો છે. WHO એ નવા કોરોના સ્ટ્રેઈનનું નામ ઓમિક્રોન (Omicron) આપી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં સમાવેશ કર્યો છે. બીજી તરફ  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોરાના ટેસ્ટીંગ હાથ ધરાયુ છે. મુસાફરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ઉધરસ અને તાવ દેખાય છે તો તેમના પણ ટેસ્ટ કરવામા આવે છે. રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સુવિધા અપાઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch