રાજ્ય સરકારે 17 આઇએએસ અધિકારીઓની કરી બદલી

2027 વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોટાપાયે બદલીઓ શરૂ 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે આઇએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે, જેમાં આલોક કુમાર પાંડેને રાહત કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જી.ટી પંડ્યાની માહિતી નિયામક તરીકે નિમણૂંક કરાઇ છે, ગૌરાંગ મકવાણાને iNDEXTbના MDનો વધારાનો ચાર્જ અપાયો છે, મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિની બદલી કરાઇ છે, હર્ષિત ગોસાવી મહેસાણાના નવા કલેક્ટર બન્યાં છે. પ્રવીણ ચૌધરીની ધોલેરા SIR પ્રોજેક્ટમાં નિમણૂંક કરાઇ છે, એમ.જે.દવે વાવ-થરાદના નવા કલેક્ટર બન્યાં છે, ઉત્સવ ગૌતમ આનંદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે,  સી.સી.કોટકને SIRDના સ્પેશિયલ ડિરેક્ટર બનાવાયા છે.

સરકારે અનેક જિલ્લાના ડીડીઓને પણ બદલ્યાં છે, કચ્છ-ભૂજમાં અતિરાગ ચપલોત, વલસાડમાં વંદના મીણા, બનાસકાંઠામાં રામ નિવાસ બુગાલિયા, તાપીમાં સ્વપ્નિલ મહાદેવ સિસલે, છોટાઉદેપુરમાં ઓમકાર રાજેન્દ્ર શિંદે અને અમરેલીના DDO તરીકે રાજેશ કુમાર મૌર્યની નિમણૂંક કરાઇ છે.