Sat,16 November 2024,1:50 pm
Print
header

જાણો, વન વિભાગમાં ભરતી અંગે રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત - Gujarat post

ગાંધીનગરઃ રાજ્યના વધુ એક વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી (Forest guard recruitment )અંગે જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ આ જાહેરાત કરી છે. ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે. 2018માં 334 વન રક્ષકની ભરતી જાહેર થયા બાદ અટકી પડી હતી. પહેલા જેમણે અરજી કરી હતી તે ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાને લીધા વગર ભરતીમાં સામેલ કરાશે.

વન રક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.વન રક્ષકની 334 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. વન વિભાગની અન્ય 775  જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે વનરક્ષક વર્ગ-3 ની કુલ 334 સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકૂફ રહેલી ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ 2018ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી, તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch