Sat,16 November 2024,12:09 pm
Print
header

ગુજરાતમાં 10,000 પ્રવાસી શિક્ષકોની કરાશે ભરતી, જાણો વધુ વિગતો- Gujarat post

યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે  

10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં 10,000 પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવાની જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોવિડની સ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણયને સંલગ્ન આ નિર્ણ કરાયો છે. પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે માટે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય કરાયો છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે, યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 10.50 કરોડની જોગવાઈ કરવામા આવી છે. સાથે જ વર્ષોથી નોકરી વગર રહેલા અનેક ઉમેદવારોને રોજગારીની મોટી તક મળશે. નોંધનિય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની ભાજપ સરકાર યુવા વર્ગને આકર્ષવા એક પછી એક નિર્ણયો કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch