Sun,17 November 2024,11:15 am
Print
header

જાણો, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા મુદ્દે રૂપાણી સરકારે શું કર્યો મોટો નિર્ણય ?

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. જેમાં સીએમ રૂપાણીએ આ રજૂઆતોને ધ્યાનમાં લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર- 2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય કર્યો છે આ માહિતી જળસંપત્તિ સચિવ જાદવે આપી છે.

જળસંપત્તિ સચિવે જણાવ્યું કે મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયો માંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી નિર્ણયથી 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા. 30 સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય લેવાયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch