Sun,17 November 2024,7:03 am
Print
header

ખાડાવાળા રોડના ફોટો આ નંબર પર મોકલાવો, ગુજરાત સરકાર કરાવશે સમારકામ

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે એક નવી પહેલ કરી છે. ચોમાસામાં ધોવાઈ ગયેલા કે અન્ય કોઇ કારણોસર તૂટી ગયેલા રોડના સમારકામ માટે ફોટા પાડીને  વોટ્સએપ કે ઈ-મેઇલ તમે સરકાર સુધી પહોંચાડી શકશો, ત્યાર બાદ આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે.

સોશિયલ મીડિયામાં ફરતાં થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, પહેલીવાર રોડના સમારકામ માટે અનોખું અભિયાન 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહા અભિયાન. માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપ, ઈમેલથી ફોટા મોકલી શકાશે. ફોટો વોટ્સએપ કરતી વખતે નામ, મોબાઇલ નંબર, મરામતવાળી જગ્યાનું પૂરું સરનામું, ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ લખીને 9978403669 નંબર પર મોકલવાના રહેશે. એક પોસ્ટરમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્નેશ મોદીનો ફોટો છે અને તેમને આ માહિતી પોસ્ટ કરી છે. જેમાં તેમનું ઇ-મેઇલ એડ્રેસ પણ આપવામાં આવ્યું છે. જોવું રહ્યું નવી ભાજપ સરકારનો આ પ્રયોગ જનતાને કેટલો ઉપયોગી થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch