(file photo)
અમદાવાદઃ રાજ્યમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. પંચાયતોની ચૂંટણીને પગલે ભરશિયાળે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સરપંચ અને પંચાયતના સભ્ય બનવા માટે ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મતદારોને રિઝવવા ઉમેદવારોએ રાત્રિ બેઠકો શરૂ કરી છે. રૂા.30 હજારની મર્યાદા હોવા છતાં સરપંચ અને સભ્ય બનવા ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચા, નાસ્તા અને જમણવાર શરૂ થયા છે.
આ વખતે ક્યાંક મોડલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે તો અમુક જગ્યાએ કાકા-ભત્રીજામાં જંગ છે. અમુક ગામડાઓમાં ભાભી-નણંદ વચ્ચે પણ ચૂંટણી જંગ જામશે. છોટા ઉદેપુરના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રાએ મુંબઇમાં અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. બીજી તરફ અમરેલીના ફાચરિયા ગામે કાકા-ભત્રીજામાં જંગ જામશે. બંને એકબીજાના હરિફ બની ગયા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,82,15,013 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણીપંચે રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. આમ, પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. રાજ્યમાં 1167 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1167 સરપંચ અને 9669 સભ્યોને બિનહરીફ થયા છે. 6446 પંચાયતો અંશત બિનહરીફ જાહેર કરવામાં આવી છે. 451 સરપંચ અને 26254 સભ્યોને અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમથી નહીં બેલેટથી વોટિંગ થશે. ચૂંટણીને પગલે લાખો મતપત્રક છપાવવામાં આવ્યાં છે. સરપંચ માટે ગુલાબી અને સભ્યો માટે સફેદ રંગના બેલેટ પેપરનો ઉપયોગ થશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08