Sun,17 November 2024,5:04 am
Print
header

રૂપિયા 235 કરોડનું GST બોગસ બિલિંગ સ્કેમ, ફરાર આરોપી મિતેશ સેજપાલની ધરપકડ કરાઇ

પિતા-પુત્રનું કૌભાંડ, બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, અન્ય કૌભાંડીઓના નામ આવી શકે છે સામે 

અમદાવાદ, રાજકોટઃ વર્ષ 2019માં સૌરાષ્ટ્રમાંથી 235 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતુ, જેમાં સિંગદાણાની એગ્રો કોમોડિટીમાં કરચોરી અને બોગસ બિલિંગનો માસ્ટર માઇન્ડ મિતેશ દિલીપ તેજપાલ ઝડપાઇ ગયો છે, બે વર્ષથી ફરાર આરોપીની સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી લીધી છે. જીએસટી રાજકોટ વિભાગ 11 ના અધિકારીઓએ જે તે વખતે જૂનાગઢથી આ કૌભાંડ ઝડપી લીધું હતુ. જેમાં મિતેશ અને તેના પિતા દિલીપ મોહનલાલ સેજપાલની સંડોવણી ખુલી હતી.

ગામડાઓના લોકો પાસેથી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટોગ્રાફ સહિતના ડોક્યુમેન્ટ મેળવીને તેમને સામાન્ય રકમ આપીને તે ડોક્યુમેન્ટ પર બોગસ પેઢીઓ ઉભી કરી હતી. બાદમાં સિંગદાણાના બિઝનેસમાં ઇ વે બિલ જનરેટ કરીને આઉટવર્ડ સપ્લાયની વિગતો પત્રકોમાં બતાવી ન હતી, આવી રીતે કરચોરી અને બોગસ બિલિંગનું કૌભાંડ કરાયું હતુ. આરોપીઓએ અંદાજે 235 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને 11.17 કરોડ રૂપિયાની આઇટીસી મેળવી લીધી હતી. આરોપી દિલીપ મોહનલાલની 2019માં જ ધરપકડ કરાઇ હતી અને તેનો પુત્ર મિતેશ બે વર્ષથી ફરાર હતો તેને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા, હવે આરોપી ઝડપાઇ ગયો છે અને જૂનાગઢ કોર્ટે ત્રણ દિવસના કસ્ટ્રોડિયલ ઇન્ટ્રોગેશનની મંજૂરી આપી છે.

આરોપીઓના રાજકોટમાં સધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલા ગાર્ડન સીટી ફ્લેટમાંથી હાલમાં જ લેપટોપ, ચેકબુક સહિતની અનેક સામગ્રી જપ્ત કરાઇ છે, જેની તપાસ કરતા અન્ય કૌભાંડીઓના નામ ખુલે તેવી શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch