Fri,15 November 2024,6:18 pm
Print
header

GST બિલિંગ કૌભાંડમાં મોટી કાર્યવાહી, ATS અને GST ના સંયુક્ત ઓપરેશનમાં રાજ્યભરમાં દરોડા, અનેક લોકોની ધરપકડ- Gujarat Post News

200 સ્થળોએ દરોડા, 74 લોકોની અટકાયત 

ગુજરાતમાં હજારો કરોડો રૂપિયાના કૌભાંડો થયા 

જવાબદાર ઉચ્ચ અધિકારી સામે નથી થતી કાર્યવાહી 

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગના કૌભાંડો હવે ઉજાગર થઇ રહ્યાં છે, જીએસટી વિભાગમાં નવા અધિકારીઓની એન્ટ્રી બાદ કૌભાંડીઓ પર સકંજો કસાયો છે, ATS અને GSTના સંયુક્ત ઓપરેશનમાં અનેક  કૌભાંડીઓની ધરપકડ કરાઇ છે, રાજ્યમાં અંદાજે 200 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

આ દરોડામાં અનેક જગ્યાએથી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે, ડિઝિટલ સામગ્રી પણ મળી આવી છે, કૌભાંડીઓ માત્ર કાગળ પર પેઢીઓ બનાવીને તેના આધારે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેમા કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને કૌભાંડ આચરતા હતા, બોગસ બિલોની લેવડ દેવડ કરીને આઇટીસી લઇ લેતા હતા, હાલમાં અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગરમાં દરોડાની મોટી કાર્યવાહી કરાઇ છે, કુલ 74 લોકોની અટકાયત કરવામાં આવી છે. 

કૌભાંડનો આંકડો હજારો કરોડ રૂપિયામાં છે, આ કૌભાંડીઓને કેટલાક અધિકારીઓની આર્શીવાદ હોવાથી અત્યાર સુધી તેઓ બચી જતા હતા, પરંતુ હવે કેટલાક નવા અધિકારીઓની એન્ટ્રીથી તેમના સેટિંગ વેર વિખેર થઇ ગયા છે, આ વખતના ઓપરેશનમાં ગુજરાત એટીએસ પણ જોડાયું છે. થોડા સમય પહેલા જ સૌથી મોટા કૌભાંડી મોહમંદ ટાટાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ ગુજરાત પોસ્ટ ન્યૂઝે અનેક અધિકારીઓની સંડોવણીના પુરાવા પણ રજૂ કર્યાં હતા, થોડા સમય પહેલા જ એક ઉચ્ચ અધિકારીએ બિલિંગ કરનારાઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં હતા, આ મામલે ઉચ્ચ કક્ષાએ પુરાવા સાથે ફરિયાદ કરાઇ છે અને આ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરાઇ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch