Sat,16 November 2024,9:23 pm
Print
header

આખરે સત્ય સામે આવી જ ગયું, ફૂટી જ ગયું હતુ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર- Gujarat Post

ગુજરાતમાં પેપરલીકનો સિલસિલો યથાવત 

(ફાઈલ તસવીર)

ગાંધીનગરઃ ગૌણ સેવા આયોગ વધુ એક વખત પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇ-મેઇલ કરીને અરજી કરી દીધી છે.પોલીસ પેપર લીક મામલે 10 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે.

આજે કેટલાક લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. પેપર લીક કરવાની આશંકા તેમજ લીક થયેલા પેપરને ખરીદનારાઓ, તેના દલાલો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. ફરિયાદી કોણ બનશે તે હજુ સ્પષ્ટ નથી. આમ પેપર લીક થયું છે તે સ્પષ્ટ થયું છે પણ સત્તાવાર જાહેરાત જ કરવાની બાકી છે.

સમગ્ર કાંડમાં બે શિક્ષકોની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યાં છે. યુવરાજસિંહ જાડેજાએ જે કારના નંબરો આપ્યાં છે તે કાર માલિકો નો સંપર્ક કરાઈ રહ્યો છે. પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે 12 ડિસેમ્બરે અમદાવાદ, સુરત, વડોદરા,ભાવનગર સહિતના 8 મહાનગરોમાં લેખિત પરીક્ષા લેવાઈ હતી.આ પરીક્ષામાં 88 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા.આ પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ શનિવારે લીક થઈ ગયું હોવાની યુવરાજસિંહ જાડેજા નામની વ્યક્તિએ પુરાવા સાથે ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ બે નિરીક્ષકો દ્વારા પેપર સોલ્વ કરીને 72 ઉમેદવારોને અપાયું હતુ. યુવરાજસિંહે કરેલા આક્ષેપ મુજબ હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયુ હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch