Sun,17 November 2024,7:20 am
Print
header

ચિંતાજનક, ગુજરાતમાં કૂપોષિત અને મેદસ્વી બાળકોનું પ્રમાણ વધ્યું

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

અમદાવાદઃ દેશમાં ગુજરાતની ગણના સૌથી વિકાસશીલ રાજ્યો પૈકી એકમાં થાય છે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ 2019-20માં 5 વર્ષથી ઓછી ઉંમરના આશરે 11 ટકા બાળકો કુપોષિત છે. 2005-06માં આ પ્રમાણ માત્ર 7 ટકા હતું. આમ 14 વર્ષમાં ગુજરાતમાં કુપોષણથી પીડિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે.

સરકારી એજન્સી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ-મુંબઈના વિશ્લેષણ પ્રમાણે, ન્યૂટ્રીશન સંબંધિત એનિમિયાથી પીડિત બાળકોની સંખ્યામાં પણ 10 ટકાનો વધારો થયો છે. આ સંખ્યા 70 ટકાથી વધીને 80 ટકા પર પહોંચી છે. અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લા ટોચના 5 જિલ્લા છે, જ્યાં એનિમિયા પીડિત બાળકોની સંખ્યા સૌથી વધારે છે. 14 વર્ષમાં અમેરલી અને ભરૂચમાં સૌથી વધુ મેદસ્વી બાળકોની સંખ્યા વધી છે, વલસાડ અને વાપીમાં મેદસ્વી બાળકોનું પ્રમાણ ઘટ્યું છે. ગાંધીનગર, કચ્છની મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે. જ્યારે 19 જિલ્લા જાહેર આરોગ્ય માટે ચિંતાનું કારણ બનીને સામે આવ્યાં છે. લાઇફસ્ટાઇલ સંબંધિત રોગ જેવા કે હાઇબ્લડ પ્રેશર અને હાઇપર ટેન્શનનું પ્રમાણ પણ નોન અર્બન, ડાંગ, તાપી, ભરૂચ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં વધ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch