Sat,16 November 2024,4:15 pm
Print
header

ખેડૂતોની માઠી દશા બેઠી ! જાણો ગુજરાતના કયા વિભાગોમાં છે માવઠાંની આગાહી- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતોની માઠી દશા બેઠી છે. હવામાન વિભાગે ફરી કરેલી આગાહીથી જગતના તાત ચિંતાતુર બની ગયા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવશે. જેને કારણ ગુજરાતમાં 4 દિવસ બાદ ઠંડીમાં ચમકારો પણ રહેશે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુંગાર શહેર છે. ગુજરાતમાં 21-22 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી ઠંડીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20, 21 અને 22 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch