Sun,17 November 2024,1:17 pm
Print
header

BIG NEWS- કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટથી સાવધાન, ગુજરાતમાં મળી આવેલા કોરોનાના નવા 2 વેરિયન્ટે ચિંતા વધારી

ગાંધીનગરઃ કોરોનાની ત્રીજી લહેરના આગમન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, રાજ્ય સરકારે કોરોનાને લઇને મોટો ખુલાસો કર્યો છે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં કોરોનાને બે નવા વેરિયન્ટ મળી આવ્યાં છે. જે ચિંતાજનક છે. કપ્પા વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટને લઇને લોકોને સાવચેત કર્યાં છે. નવા વેરિયન્ટના લોકોને એક જ જગ્યાએ ક્વોરન્ટાઇન કરાયા છે. જો કે કપ્પા વેરિયન્ટ ઘાતક ન હોવાનું અધિકારીએ જણાવ્યું છે.

અગ્રવાલે કહ્યું છે કે કોરોના હજુ ગુજરાતમાંથી ગયો નથી, જેથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ, નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ એમ પણ કહ્યું કે તેઓ નવા બંને વેરિયન્ટના દર્દીઓ પર ધ્યાન આપી રહ્યાં છે અને બદલાયેલા આ વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સક્રિય છે. નોંધનિય છે કે બીએસએફના જવાનો નાગાલેંડથી બનાસકાંઠામાં આવ્યાં હતા જ્યાં તેમનામાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યાં પછી આરોગ્ય વિભાગ સાવચેત છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch