Mon,18 November 2024,12:01 am
Print
header

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂને લઇને સૌથી મોટા સમાચાર, 36 શહેરોમાં આ તારીખ સુધી રહેશે રાત્રી કર્ફ્યૂ

ગાંધીનગરઃ રાજ્યની વિજય રૂપાણી સરકારે આગામી 18 મે સુધી 36 શહેરોમાં રાત્રી કર્ફયૂની મુદત વધારી દીધી છે. 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદત વધારવામાં આવી છે.

જેથી હવે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સેવાઓ સિવાય બધુ બંધ રહેશે અને જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે અને સરકારી તંત્ર કોરોનાના દર્દીઓને બચાવવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch