Sun,17 November 2024,6:59 pm
Print
header

BIG NEWS- આ તારીખથી ખુલશે મલ્ટીપ્લેક્સ, ગુજરાતના શહેરોમાં નાઇટ કર્ફ્યૂને લઇને મોટો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યમાં ઝડપી રસીકરણ અને કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયા પછી રાજ્યની વિજય રૂપાણી સરકારે કેટલીક મહત્વની છૂટછાટ આપી છે, રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ હતો જેમાંથી 18 શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ હાલ મુજબ યથાવત રહેશે, રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ રહેશે. રાજ્યની અમદાવાદ સહિતની 8 મહાનગરપાલિકાઓ ઉપરાંત મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, ભૂજ સહિતના 18 શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ ઉપર મુજબ રહેશે, અન્ય 18 શહેરોમાં કર્ફયૂનો સમય રાતના 9 ની જગ્યાએ 10 થી સવારના 6 વાગ્યાની વચ્ચે રહેશે એટલે કે તેમાં 1 કલાકની છૂટ આપવામાં આવી છે.

રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા સિટિંગની ક્ષમતા સાથે મંજૂરી મંજૂરી અપાઇ છે, હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે. અંતિમવિધીમાં 40 અને લગ્નમાં 100 લોકોને છૂટ અપાઇ છે. રાજ્યના મલ્ટિપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે, ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ સામાજિક અને રાજકીય પ્રસંગોમાં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ આપવામાં આવતા લોકો સરળતાથી અવરજવર કરી શકશે. જ્યારે મલ્ટીપ્લેક્ષ અને ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે, આ નિયમો 27 જૂનથી રાજ્યમાં લાગુ કરાશે. જો કે બધાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch