Mon,18 November 2024,2:08 am
Print
header

ગુજરાતમાં કોરોના ટેસ્ટની કિંમતને લઇને મોટા સમાચાર, લોકડાઉન મામલે નીતિન પટેલે કહી આ વાત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતી બગડી રહી છે આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટને લઇને મોટી જાહેરાત કરી છે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ભાવ હવે 100 થી 200 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યાં છે. ઘરે જઇને ટેસ્ટ કરવાની કિંમત 1100 ની જગ્યાએ 900 રૂપિયા હશે અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવશો તો તમારે 700 રૂપિયા આપવાના રહેશે.

બીજી તરફ વાત્સલ્ય કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હતી તે ત્રણ મહિના વધારી દેવામાં આવી છે અને તેમાં કોરોનાની સારવાર પણ આપવામાં આવશે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એમ પણ કહ્યું કે અમદાવાદની સ્થિતી સૌથી વધુ ચિંતાજનક છે. તેઓ ટેસ્ટ વધારવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યમાં તમામ ઉત્પાદિત ઓક્સિજનનો ઉપયોગ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને લઇને થઇ રહી છે. લોકડાઉન મામલે નીતિન પટેલે કહ્યું કે તેનાથી લાખો લોકોને અસર થાય છે જેથી રાજ્ય સરકાર હાલમાં લોકડાઉનની તરફેણમાં નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch