Sat,16 November 2024,4:26 pm
Print
header

જાણો, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના લક્ષણો, શરીરના આ ભાગમાં ફેરફાર થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો- Gujarat Post

અમદાવાદઃ ઓમિક્રોન વેરિયન્ટ વાયરસના કેસોનો રાફડો ફાટયો છે. દિવસેને દિવસે આવા કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે હવે તેના લક્ષણો સામે આવી રહ્યાં છે. નવો ઓમિક્રોન વાયરસ તમારા મગજ,આંખ અને હૃદય પર અસર કરે છે. જો તમને કાનમાં કોઈ મુશ્કેલી હોય તો તેને અવગણતા નહીં, કાનમાં દુખાવો, સાંભળવામાં મુશ્કેલી, કાનમાં ઝણઝણાટી, કાનમાં ઘંટડી કે સિટી વાગવાનો અનુભવ, અથવા ચક્કર આવવા હોય તો તે કોરોનાના ઓમિક્રોન વાઇરસના લક્ષણો હોય શકે છે. જેથી તમે તરત જ ડોક્ટરની સલાહ લો અને કોરોનાની તપાસ કરાવો.

ઓમિક્રોન વેરિયન્ટના આ લક્ષણો વેક્સીન લઇ ચુકેલા લોકોમાં પણ નજરે પડે છે. જેમાં કોરોના તમારા કાન પર આક્રમણ કરી રહ્યો છે. જો કે સમયસર ઈલાજ કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ ઝડપથી આવી શકે છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના 23,150 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં 8,332 સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યાં છે, 

સુરતમાં 1876 કેસ, રાજકોટમાં 1707 કેસ, વડોદરામાં 2823 કેસ, ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાને લીધે વધુ 15 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 6 લોકોના મોત થયા છે. સુરતમાં 4, રાજકોટમાં 1, ભાવનગર 3, નવસારી 1 મોત થયું છે. 10103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,29, 875 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch