Fri,15 November 2024,8:16 am
Print
header

Big News- બાયડથી કેટલાક ઉમેદવારો ઝડપાયા, જુનિયર ક્લાર્કનું પેપર ખરીદનારા કુલ 30 ઉમેદવારોની ATSએ કરી ધરપકડ

મહિલા ઉમેદવારોની પણ ધરપકડ કરાઇ 

એટીએસ હજુ અન્ય આરોપીઓની કરશે ધરપકડ

પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી 

પેપર ખરીદનારાઓ સામે પણ કાર્યવાહી 

ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, મહેસાણા, જૂનાગઢથી આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ સરકારી નોકરીની ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાને કારણે લાખો ઉમેદવારોએ હેરાન થવું પડી રહ્યું છે, જેથી સરકારે હવે આ મામલે કડક કાયદો બનાવીને પેપર ફોડનારા અને ખરીદનારાઓને સંદેશ આપી દીધો છે કે કોઇ પણ પરીક્ષામાં ગેરરીતિ તો નહીં જ ચલાવી લેવાય, થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો ઉમેદવારો પરીક્ષા આપ્યાં વગર નિરાશ થઇને ઘરે પરત ફર્યાં હતા, જે તે વખતે ગુજરાત એટીએસે પેપર ફોડનારાઓને ઝડપી પાડ્યાં હતા. પરંતુ પેપર ખરીદનારાઓની શોધખોળ થઇ રહી હતી.

હવે આ કેસમાં ખેડા, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાંથી 30 ઉમેદવારોની ધરપકડ કરાઇ છે, જેઓએ 10 થી 15 લાખ રૂપિયા આપીને પેપર ખરીદ્યાં હતા.અગાઉ એટીએસે ભાસ્કર ચૌધરી, ચેતન બારોટ, જીત નાયક, પ્રદીપ નાયક સહિતના 15 આરોપીઓને ઝડપીને તેમની પૂછપરછ કરી હતી. 

બાયડના આકાશ અરવિંદ પટેલ, આકાશ જસુ પટેલની ધરપકડ

બાયડ પાલિકાના ભાજપના સભ્યના પુત્રની ધરપકડ 

એટીએસને હાથ લાગેલા મોબાઇલના પુરાવા અને કેટલાક ડોક્યુમેન્ટને આધારે પેપર ખરીદનારાઓના નામ સામે આવ્યાં છે, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, મહેસાણાના કેટલાક ઉમેદવારોએ લાખો રૂપિયા આપીને પેપર ખરીદ્યા હતા. 

વડોદરાની સ્ટેક ઈન્સ્ટિટ્યૂટમાં દરોડા દરમિયાન જે ડોક્યુમેન્ટ ઝડપાયા હતા, તેને આધારે પણ પેપર ખરીદનારાઓના નામો ખુલ્યાં છે. કેટલાક ઉમેેદવારોના પરીક્ષાના કોલ લેટર અને બેંક ચેક પણ જપ્ત કરાયા હતા, આ કેસમાં હજુ એટીએસ વધુ ધરપકડ કરી શકે છે. જો તમારી પાસે પણ આવી કોઇ માહિતી હોય તો તમે પણ એટીએસને આપીને ગુજરાત પોલીસને આ અભિયાનમાં મદદ કરી શકો છો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch