Sat,16 November 2024,8:01 am
Print
header

ક્યારે જાગશે સરકાર ? પોલીસકર્મીના ગ્રેડ પે મામલે નીલમ મકવાણાનો ઉપવાસનો 9 મો દિવસ- Gujarat Post

(હોસ્પિટલમાં સારવાર લેતા નીલમ મકવાણા)

  • નીલમ મકવાણાએ શરૂઆતથી જ પોલીસ ગ્રેડ-પે મામલે સરકાર સામે બાંયો ચઢાવી હતી
  • તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પણ કોઈને મળવા દેવામાં આવતા નથી

અમદાવાદઃ પોલીસ ગ્રેડ પે આંદોલનને વેરવિખેર કરાઇ રહ્યું છે. સરકારે રચેલી સમિતિના રિપોર્ટમાં પણ કોઈ પરિણામ નહીં આવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા 9 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે. ત્રણ-ચાર દિવસ પહેલા તેમની તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં કોઈને તેમને મળવા દેવામાં ન આવતાં તબિયતની સાચી સ્થિતિ જાણવા મળતી નથી.સિવિલ હોસ્પિટલના સૂત્રોનાં મતે તેમની તબિયત સુધારા પર છે.

બે દિવસ પહેલા નીલમ મકવાણાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું, મારા તમામ પોલીસ મિત્રો આજે મને તમારા સાથ સહકારની જરૂર છે. હું આજે તમામ પોલીસના હક્ક માટે લડી રહી છું.તો શું તમે મને સાથ નહીં આપો, જો આજે તમે મને સાથ નહીં આપો તો આપણો હક્ક ક્યારેય નહીં મળે.જો મને કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત પોલીસ અને ભાજપ સરકાર જ હશે.

નીલમ મકવાણાએ શરૂઆતથી જ પોલીસ ગ્રેડ-પે મામલે સરકાર સામે બાંયો ચઢાવી હતી, પરંતુ ગૃહવિભાગે કોઈને કોઈ પ્રકારે તેમને પણ દબાવી દીધા હતા તાજેતરમાં થોડાક દિવસો અગાઉ ફરી એક વખત મહિલા પોલીસકર્મી નીલમ મકવાણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ઉપર બેઠા હતા, ત્યાંથી પણ તેમને હટાવી દેવામાં આવ્યાં અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી સાબરમતી જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યાં હતા. આ મહિલા પોલીસ કર્મી ગ્રેડ-પેના આંદોલનના સમર્થનમા રહી બીજી વખત ઉપવાસ પર બેઠા હતા અને થોડા દિવસ પહલા તબિયત વધુ બગડતા જેલ તંત્ર દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

પોલીસ કર્મીઓના લીધે રાજકીય કાર્યક્રમો પાર પડે છે અને તેમની સુરક્ષા પણ ખાખી ધારી પોલીસ કર્મીઓ કરતા હોય છે. તેમ છતાં રાજ્યમાં પોલીસ કર્મીઓને પોતાના હક્કો મેળવવા માટે રોડ પર ઉતરી આવવું પડે અને આંદોલનો કરવા પડે તે ખૂબ શરમજનક બાબત ગણી શકાય. બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી નીલમ મકવાણાને મળવા ગયા હતા ત્યારે તેમને પણ મળવા દેવાયા ન હતા. જે બાદ તેમણે નીલમના ભાઈ સાથે મુલાકાત કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch