Sun,17 November 2024,4:53 am
Print
header

ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દે પટેલ સરકાર મુશ્કેલીમાં, ધાનાણી-મેવાણી, આમ આદમી પાર્ટીએ કર્યું સમર્થન

મોટી સંખ્યામાં પોલીસકર્મીઓના પરિવારજનો ગાંધીનગર પહોંચ્યાં 

ગાંધીનગરઃ પોલીસ ગ્રેડ પે મુદ્દે ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલી વધી શકે છે. બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિધાનસભા આગળ ધરણાં પર બેઠા બાદ તેમની અટકાયત કરવામાં આવતાં રોષ વ્યાપી ગયો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓના પરિવારજનો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યાં છે. એક-બે દિવસમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને જીગ્નેશ મેવાણીએ આંદોલનને સમર્થન આપ્યું છે.

પોલીસકર્મીઓની વિવિધ માંગણીઓ વર્ષોથી પડતર છે, જેનો કોઈ ઉકેલ નહીં આવતાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો ધરણાં પર બેઠા છે. કોંગ્રસ બાદ આમ આદમી પાર્ટી પણ તેમના સમર્થનમાં આવી છે. અન્ય રાજ્યમાં પોલીસને મળતાં ગ્રેડ પેની તુલનામાં ગુજરાતમાં ઘણો ઓછો ગ્રેડ પે મળે છે. આઝાદીના સમયથી ચાલ્યું આવતું 20 રૂપિયા સાઇકલ એલાઉન્સ આપવામાં આવે છે. જેમાં આટલા સમયથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેને કારણે વધતી મોંઘવારીમાં પોલીસકર્મીના પરિવારોને મુશ્કેલીઓ પડી રહી છે.

ધરણા સ્થળ પર ધીમે ધીમે પોલીસ કર્મીઓની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મી ઉપસ્થિત છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે ગાંધીનગર આવી રહ્યાં છે. એક-બે દિવસમાં પોલીસકર્મીઓની માંગનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

આ મુદ્દે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું, સમગ્ર ગુજરાતના LRD, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના બધા જ કર્મચારી ભાઈ બહેનોની ગ્રેડ પે વધારવાથી, કામના કલાકો નિયત કરવા સુધીની તમામ માંગણીઓનું હું સમર્થન કરું છું.ભાજપ સરકાર પોલીસકર્મીઓનું બેફામ શોષણ કરી રહી છે. કર્મચારીઓએ આ મુદ્દે પોતાની તાકાત બતાવવી જ જોઈએ. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસની માંગણીઓ અને સમસ્યા મુદ્દે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આવેદનપત્ર આપીને ઝડપી નિરાકરણની માંગ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch