Thu,21 November 2024,2:04 pm
Print
header

દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક

ગાંધીનગરઃ રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં મોટી જાહેરાત કરી છે, ભાજપના હાલના મુખ્ય પ્રવક્તા અને પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા સિનિયર નેતા યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી આ પદ ખાલી હતુ અને હવે રાજ્યપાલની મંજૂરી પછી યમલ વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી તેઓ પ્રવક્તા પદેથી રાજીનામું આપશે. વ્યાસની નિમણૂંક બાદ નાણાંપંચના અટકેલા અનેક કામો હવે આગળ વધશે.

નોંધનિય છે કે યમલ વ્યાસ પીએમ મોદીના નજીકના નેતા ગણાય છે, તેઓ 2011થી 2015 દરમિયાન રાજ્યના ત્રીજા નાણાપંચના સભ્ય તરીકે સેવાઓ આપી ચૂક્યાં છે, ઉપરાંત તેઓ રાજ્ય સરકારની અન્ય સંસ્થાઓમાં પણ સેવાઓ આપી ચુક્યાં છે. તેઓ ઘણા સમયથી ભાજપના મુખ્ય પ્રવક્તા પણ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch