Sat,16 November 2024,8:05 pm
Print
header

Big News- હેડ કલાર્ક પેપર લીકમાં સૌથી મોટો ખુલાસો, અમદાવાદના આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક કરાયું હતુ પેપર

હેડ ક્લાર્કનું પેપર અમદાવાદ સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતુ

કિશોર આચાર્યએ પેપર મંગેશને આપ્યું હતુ

મંગેશ શિરક પાસેથી પકડાયા 7 લાખ રૂપિયા 

અમદાવાદઃ હેડ કલાર્ક પેપર લીકમાં સૌથી મોટો ખુલાસો થયો છે આ પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક કરાયું હતુ બાદમાં દલાલો મારફતે ઉમેદવારો સુધી પહોંચ્યું હતુ, આ પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા પ્રિન્ટિંગ સુપરવાઇઝર કિશોર કાનદાસ આચાર્યએ પેપર ફોડી નાખ્યું હતુ. ગાંધીનગર રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા કરાયા છે.

કિશોર આચાર્ય પાસેથી મંગેશે 9 લાખ રૂપિયામાં આ પેપર લીધુ હતુ, બાદમાં સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવનાર દિપક મહેન્દ્ર પટેલે આ પેપર લીધું હતુ અને જયેશ જેવા અન્ય દલાલો મારફતે પ્રાંતિજ સુધી પેપર પહોંચ્યું હતુ. જયેશે 30 લાખ રૂપિયામાં આ પેપર ખરીદ્યું હતુ. પરીક્ષાની અગાઉની રાત્રે ઉમેદવારોને બોલાવીને પેપર સોલ્વ કરાવવામાં આવ્યું હતુ. આરોપી દિપક અને દેવલ બંને સાથે કામ કરતા હતા, દેવલ મારફતે પેપર અન્ય જગ્યાએ પહોંચ્યું હતુ. આ કેસમાં 11 આરોપીઓ પોલીસ પક્કડમાં આવી ગયા છે હજુ અનેક આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કરનારા આ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, બીજી તરફ પરીક્ષા ફરી લેવા મામલે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય કરશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch