Sat,16 November 2024,6:08 pm
Print
header

હવે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન તંત્રના નિશાને પાન પાર્લરો અને તમ્બાકુ ઉત્પાદકો, ફટકારાયો મોટો દંડ- Gujarat post

જે વેપારીઓ સામે કાર્યવાહી કરાઇ છે તેની વધુ માહિતી જાણવા માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો 

ગાંધીનગરઃ રાજ્યમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રએ ફરી એક વખત લાખો ગ્રાહકોના હિતમાં છેતરપિંડી કરતા વેપારીઓને સબક શિખવી દીધો છે, આ વખત રાજ્યના જુદા જુદા 85 તમાકુની પ્રોડક્ટ વેચનારા હોલસેલરો અને ઉત્પાદકો સામે મોટી કાર્યવાહી કરાઇ છે. આ તપાસમાં 85 પાન પાર્લરો સામે કાર્યવાહી કરા છે.

વેચાણ કરનારાઓ જે તે પ્રોડક્ટ પર એમઆરપી પર છેડછાડ કરીને વધુ કિંમત લેતા હોવાની ફરિયાદો હતી. ખાસ કરીને ઇમ્પોર્ટેડ સિગારેટ અને તમાકુમાં આવી રીતે છેતરપિંડી કરાઇ રહી હોવાની ફરિયાદો હતી. જેથી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજ્યએ આ કાર્યવાહી કરીને વેપારીઓને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.અગાઉ પણ વિભાગ દ્વારા હોટલો-રેસ્ટોરન્ટ, મટનની દુકાનો સામે આવા જ પ્રકારની કાર્યવાહી કરાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch