Sat,16 November 2024,10:06 pm
Print
header

ગુજરાતમાં તોલમાપ વિભાગે સપાટો બોલાવી દીધો, 250 હાઇવે હોટલો પર દરોડા બાદ 100 સામે કેસ દાખલ

તમે પણ કરો ફરિયાદ, છેતરપિંડી કરતા પિત્ઝા સ્ટોર સામે પણ કાર્યવાહી કરાઇ 

 

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાહકોના હિતમાં તોલમાપ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં 250 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટોમાં એક સાથે સામૂહિક દરોડાની કાર્યવાહી કરાઇ છે, જેમાંથી ગેરરીતી બદલ 100 સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે અમદાવાદ,ગાંધીનગર સહિત રાજ્યભરમાં દરોડા કર્યાં છે, જેમાં વજન ઓછું દર્શાવવું તથા એમઆરપી કરતા વધુ કિંમત લેવી, જેવી અનેક ફરિયાદો વિભાગને મળી હતી, જે બાદ આ દરોડા કરવામાં આવ્યાં હતા. 100 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ સામે પ્રોસિક્યુશન કેસ દાખલ કરીને હાલમાં ત્રણ લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.

પિત્ઝાનું માપ સેન્ટીમીટરમાં દર્શાવવાને બદલે રેસ્ટોરન્ટ ઇંચમાં દર્શાવે છે, જે નિયમોની બહાર છે, જેથી તોલમાપ વિભાગે અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલા સ્ટોર સામે પણ કાર્યવાહી કરી છે, જો તમારી સાથે છેતરપિંડી થઇ રહી હોય તો તમે પણ તોલમાપ વિભાગના આપેલા ઇ-મેઇલ એડ્રસ પર ફરિયાદ કરી શકો છો, અહીંથી તમને મદદ મળી રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch