Sun,17 November 2024,11:06 am
Print
header

ગુજરાતમાં દુષ્કાળના એંધાણ, ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં માત્ર 54 એમએમ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 21.68 ઈંચ વરસાદ પડતો હોય છે તેની સામે માત્ર 11.26  ઈંચ વરસાદ નોંધાયો છે. આમ ઓગસ્ટ મહિનો પૂર્ણ થવામાં છે તેમ છંતા ગુજરાતમાં હજુ વરસાદની 48% ઘટ છે. 2020 અને 2019માં અનુક્રમે 543 એમએમ અને 400 એમએમ વરસાદ પડ્યો હતો. GSDMA મુજબ આ ચોમાસું છેલ્લા પાંચ વર્ષનું સૌથી નબળું ચોમાસું છે.  

26 ઓગસ્ટે વરસાદની છેલ્લા પાંચ વર્ષની સ્થિતિ મુજબ 2017માં સરેરાશ 810 એમએમની સામે 735 એમએમ, 2018માં સરેરાશ 831 એમએમની સામે 580 એમએમ, 2019માં સરેરાશ 816 એમએમની સામે 731 એમએમ, 2020માં સરેરાશ 831 એમએમની સામે 894 એમએમ અને 2021માં સરેરાશ 840 એમએમની સામે માત્ર 351 એમએમ વરસાદ પડ્યો છે. જે અનુક્રમે 91%, 70%, 90%, 108% અને 42% છે.

ગુજરાતના 20 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ઘટ 50%થી વધુ છે. જેમાં ગાંધીનગર 68%ની ઘટ સાથે મોખરે છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 22.51 ઈંચની સામે માત્ર 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ 60%થી પણ વધારે છે. ગુજરાતમાં ગત વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં 35 ઈંચ સાથે મોસમનો 108% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે માત્ર 41.79% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી.

સૌથી ઓછો વરસાદ નોંધાયો હોય તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે, જ્યાં મોસમનો 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 52.83 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 59.39% છે. આ વર્ષે 129 તાલુકામાં 23.26 ઈંચથી 39.37 ઈંચ, 103 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 20 તાલુકાઓમાં 2 થી 4.92 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કુલ બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 2 ઈંચથી ઓછું છે. જેની સરખામણીએ ગત વર્ષે 4.92 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એક પણ તાલુકા નહોતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch