Sat,21 September 2024,3:20 am
Print
header

અંબાલાલ પટેલની આ ચિંતાજનક આગાહી...આજે ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજા ભુક્કા બોલાવી રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજે બનાસકાંઠામાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 20મી તારીખે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ લઇને નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે.કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખૌ, નખત્રાણા અને ભૂજમાં વરસાદની શક્યતા છે. જામનગર, રાજકોટ, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રામાં વરસાદ આગાહી કરી છે. આગામી 23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch