Sun,17 November 2024,11:10 am
Print
header

ગુજરાતમાં ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, જાણો કઇ તારીખે વરસાદ પડવાની છે આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે ચોમાસું પાછું સક્રિય થયાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી છે. સ્કાઇમેટના જણાવ્યાં મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે તે પશ્ચિમ તરફ આગળ વધશે. જેને પરિણામે 17 અને 18મી ઓગસ્ટે સુરત, અમદાવાદ, વલસાડ, વડોદરા, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં વરસાદની આગાહી છે

સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે, વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે,  કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, મગફળી નું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch