Sun,17 November 2024,3:00 pm
Print
header

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિરની માંગમાં 142 ટકાનો તોતિંગ ઉછાળો

(File Photo)

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, તેમ છતાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર વખતે સંજીવની ગણાતા એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરની માંગમાં 142 ટકાનો વધારો થયો હતો. રાજ્યના આંકડા પ્રમાણે નવેમ્બર ડિસેમ્બર 7,29,052 વાયલ્સનો ઉપયોગ થયો હતો, એપ્રિલ-મે મહિનામાં બીજી લહેર વખતે 17,65,989 વાયલ્સનો ઉપયોગ રાજ્યમાં થયો હતો.

ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર એચ જી કોશિયાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે કોવિડ દર્દીને રેમડેસિવિર પૂરતા પ્રમાણમાં મળે તેની અમે પૂરતી કાળજી લીધી હતી. ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સભ્યએ જણાવ્યું કે બીજી લહેર દરમિયાન ઉત્પાદન અને પુરવઠા વચ્ચે વિશાળ અંતર હતું. દરરોજના હજારો કેસ નોંધાતા હતા, જેને કારણે રેમડેસિવિરની અછત ઉભી થઈ હતી.અમારા અંદાજ મુજબ 10 ટકા દર્દીઓને તે મળ્યાં પણ નહોતા.

નવેમ્બબર-ડિસેમ્બર 2020માં રાજ્યમાં કોવિડ-19ના 72,094  કેસ હતા. જે એપ્રિલ-મે 2021માં વધીને 4,99,046 થયા હતા. ગુજરાતમાં બીજી લહેર દરમિયાન 59 ટકા દર્દીઓને રેમેડેસિવિરની જરૂર પડી હતી. કોરોના દર્દીને રેમડેસિવિરના છ વાયલ્સની જરૂર પડે છે,  એટલે કે 4,99,046 કેસમાંથી 2,94,331 દર્દીને રેમડેસિવિરની જરૂર પડી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch