Sun,17 November 2024,7:24 am
Print
header

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખાડા પુરો અભિયાન, જાણો કેટલા કરોડ રૂપિયાનું બજેટ કર્યું મંજૂર ?

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી અને વરસાદ બંધ થયો છે એટલે તંત્ર દ્વારા તૂટી ગયેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. રસ્તાઓનાં સમારકામનું કામ નાના-મોટા તમામ એન્જિનિયરિંગ વિભાગો દ્વારા કરવામાં આવશે. ખાડાઓને સમતળ કરવાની કામગીરી શરૂ થશે, આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ પણ મંજૂર કર્યુ છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યાં મુજબ રાજ્યમાં ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂપિયા 74.70 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.જ્યાં નાના -મોટા ખાડાઓ છે ત્યાં કાંકરી અને પથ્થરો ઉમેરીને તેનું સમારકામ કરવામાં આવશે. જેટ પેચર સાથે કામ કરવાની જરૂર હોય ત્યાં જેટ પેચિંગ મશીન સાથે ફરીથી સેટ કરવામાં આવશે. મેટ્રો રેલ સાથે નાના આંતરિક રસ્તાઓ પર ટૂંક સમયમાં ખાડાઓ ભરાઈ જશે.

1 ઓક્ટોબરથી ‘માર્ગ મરમત મહા અભિયાન’ શરૂ કરવાનું નક્કી થયું હતુ. 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ચાલતી રિપેર ડ્રાઇવના ભાગરૂપે, જે નાગરિકોને રસ્તાની સમસ્યા હોય તેમને ફોટો વોટ્સએપ દ્વારા મોકલવાની અપીલ કરવામાં આવી હતી, જે માટે વોટ્સએપ નંબર 9978403669 પણ જારી કરવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch