Sat,16 November 2024,7:12 pm
Print
header

Big News- હવે ઉર્જા વિભાગની પરીક્ષાઓમાં પણ કૌભાંડો થયા, રૂપિયા લઇને આપી નોકરીઓ

બાયડ બન્યું કૌભાંડોનું એપી સેન્ટર, અનેકની ધરપકડના એંધાણ 

PGVCL, DGVCL અને UGVCLની ભરતીમાં કૌભાંડ

આપ નેતા યુવરાજસિંહે રજૂ કર્યાં પુરાવા 

ગુજરાતમાં ઉર્જા વિભાગની પરીક્ષાઓમાં કૌભાંડ

ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યાંનો આરોપ

બાયડની આસપાસ મોટું કૌભાંડ કરાયું

ગાંધીનગરઃ હેડ ક્લાર્ક બાદ હવે ઉર્જા વિભાગની(GEB)ની પરીક્ષાઓમાં પણ સરકારની આબરૂ જવાની છે, હેડ કલાર્કનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્ કરવી પડી છે, હજારો ઉમેદવારોએ હેરાન થવાનો વારો આવ્યો છે હવે સરકારી ભરતી માટે ઉર્જા વિભાગની ઓનલાઇન લેવાતી પરીક્ષામાં પણ હેકિંગથી પેપરોમાં વધુ માર્કસ મુકીને પોતાના માનીતા ઉમેદવારોની ભરતી કૌભાંડનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ આપ નેતા યુવરાજસિંહે કર્યો છે. 

યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યાં છે, જેમા વડોદરાના સેન્ટર પર લેવાતી પરીક્ષામાં ઉમેદવારો પાસેથી 21-21 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યાં છે, અરવલ્લીના ધનસુરાનો અવધેશ પટેલ મુખ્ય ભૂમિકામાં છે, ઉપરાંત બાયડ આસપાસના અનેક કૌભાંડીઓના નામ આવ્યાં છે. અજય પટેલ, મિતુલ વિપુલભાઇ પટેલ, અરવિંદ પટેલ, ધવલ પટેલ, કૃષાંગ પટેલ, હિતેશ પટેલ, શ્રીકાંત શર્મા, હર્ષદ નાઇ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલ, રજનીશ પટેલ સહિતના લોકો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

અગાઉ ગાંધીનગર પોલીસને આ વાતની જાણ કરાઇ હોવાનું યુવરાજસિંહે જણાવ્યું છે. પરંતુ કોઇ પગલા ન લેવામાં આવતા યુવરાજસિંહે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કૌભાંડમાં અનેક મોટા માથા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમની પાસે વીડિયો અને ઓડિયો પુરાવા પણ છે જેથી સરકાર આ મામલે તાત્કાલિક આરોપીઓ સામે પગલા લે તે જરૂરી છે. ત્યારે યુવરાજસિંહના આ ઘટસ્ફોટથી ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારની ઉંઘ ઉડી ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch